ગુજરાતના સત્યાગ્રહો

આ લેખમા ગુજરાતમા થયેલ સત્યાગ્રહો ની ચર્ચા કરીશું. જેવા કે વ્યક્તિગત સત્યાગ્રહ (1940), ધરાસણા સત્યાગ્રહ, ‘હિંદ છોડો’ લડત (1942), અમદાવાદ મિલ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ વિશે પરીક્ષા લક્ષી માહીતી જોઇશું.

વ્યક્તિગત સત્યાગ્રહ (1940)

 • બીજા વિશ્વયુદ્ધની શરૂઆત બાદ ગાંધીજી વ્યક્તિગત રીતે બ્રિટિશ સરકારનો વિરોધ કરવા માટે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી.
 • જેના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી થયેલી. આ લડતમાં ગુજરાત પાછું ન પડ્યું.
 • ગુજરાતમાં શ્રી મોરારજીભાઈ દેસાઈ, ભરૂચના ડો. ચંદુલાલ દેસાઈ, સુરતના કનૈયાલાલ દેસાઈ (શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના પિતાશ્રી), ખેડા જિલ્લાના વસોના દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભકિર્તાલક્ષ્મી દેસાઈ, કુ. મણિબહેન પટેલ (સરદાર પટેલનાં પુત્રી) વગેરેએ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈ, ધરપકડો વહોરી લીધી હતી. અલબત્ત, ડિસેમ્બર 1941માં અંગ્રેજ સરકારે બધા સત્યાગ્રહીઓને છોડી દીધા હતા.

ધરાસણા સત્યાગ્રહ

 • ગાંધીજીની ધરપકડ 5 મે, 1930; કરાડીથી) થતાં સવિનય કાનૂનભંગ અને મીઠાના સત્યાગ્રહની લડતમાં વેગ આવ્યો.
 • ધરાસણા(જિ. સુરત)ના મીઠાના અગરો પર યોજાયેલા સત્યાગ્રહની આગેવાની વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીએ લીધી.
 • 21મી મેના રોજ સવારે કૂચ આરંભાઈ. કૂચ શરૂ થતાં જ અબ્બાસજીની તેમના બધા જ સાથીઓ સાથે ધરપકડ કરાતાં, ભારતની કોકિલા ગણાતાં શ્રીમતી સરોજિની નાયડુ(અંગ્રેજી ભાષાની કવયિત્રી)ના નેતૃત્વ નીચે એ જ દિવસે, 2500 જેટલા સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ શરૂ કર્યો.
 • 220 સત્યાગ્રહીઓની ધરપકડ કરાઈ. ઇમામ સાહેબ, પ્યારેલાલજી અને મણિલાલ ગાંધી ગાંધીજીના પુત્ર) તથા અન્ય સત્યાગ્રહીઓ ઉપર લોખંડની મૂકવાળી લાકડીઓ લઈ 400 જેટલી પોલીસ તૂટી પડી.
 • જેમાં ભાઈલાલભાઈ હાજીભાઈ તથા બાબુ હુલે નામના બે સત્યાગ્રહીઓના અવસાન થયાં.
 • વેબ મિલટે (વિદેશી પત્રકાર) નોંધ્યું કે, “મારા 18 વર્ષના પત્રકારત્વના ઇતિહાસમાં 22 દેશોના બળવા મેં જોયા છે યુદ્ધો નજરેનજર અવલોક્યાં છે, પરંતુ ધરાસણા સત્યાગ્રહમાં થયેલું સરકારી દમન સીથી અમાનવીય કહી શકાય.”
 • સી. રાજગોપાલાચારીએ તામિલનાડુના ત્રિચિનાપલ્લીથી તાંજોર જિલ્લાનાં વેદારણ્યમ ગામ સુધીની યાત્રાનું આયોજન કર્યું હતું.

‘હિંદ છોડો’ લડત (1942)

 • ઈ.સ. 1942માં આવેલા ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદગાંધીજીએ એક આખરી લડત ઉપાડી લેવાનું સૂચન કર્યું.
 • ‘હિંદ છોડો’ લડતનો ઠરાવ મુંબઈમાં કોંગ્રેસની કાર્યકારિણી સમિતિએ 8 ઓગસ્ટ, 1942ના રોજ મધરાતે પસાર કર્યો.
 • ઠરાવ મુજબ “અંગ્રેજો: હિંદ છોડી ચાલ્યા જાઓ” નું – “ક્વિટ ઇન્ડિયા”નું સૂત્ર દેશભરમાં 9મી તારીખથી ગૂંજવાનું હતું, પરંતુ ગાંધીજી, નહેરુ, સરદાર, આઝાદ વગેરે ઉપરાંત દેશભરમાંથી વહેલી સવારે જ કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવતાં, પ્રજા નેતાવિહોણી બની ગઈ.
 • 9મી ઓગસ્ટે અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યાં ગુજરાતનાં મોટાં શહેરોમાં સભાઓ યોજાઈ, સરઘસો નીકળ્યાં. 9મી ઓગસ્ટના રોજ ગુજરાત કોલેજ પાસે વિનોદ કિનારીવાલાને ગોળી વાગતાં તે શહીદ થયા. વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં એક ખાંભી મુકાઇ છે જેના પર દિન ખૂન કે હમારે યારોં ભૂલ ન જાનાં લખેલું છે. આ ઉપરાંત ખાડિયા વિસ્તારના ઉમાકાન્ત કડિયા પણ ગોળીએ વીંધાઈ શહીદ થયા.
 • અમદાવાદમાં ૯ અને ખેડા જિલ્લા અડાસ સ્ટેશને કરાયેલા ગોળીબારમાં કેટલાક વિધાર્થીઓ મૃત્યુ પામ્યા.
 • યુવાનોએ ગાંધીજીનું સૂત્ર “કરેંગે યા મરેંગે” સાર્થક કર્યું.
 • મુંબઈમાં ઉષા મહેતાએ સ્વતંત્ર રેડિયો સ્ટેશન શરૂ કર્યુંચળવળને વેગ આપ્યો હતો.

Leave a Comment