લૂ થી બચવાના ઉપાયો: ઉનાળા મા ફૂંકાતા ગરમ પવનને લૂ કહે છે. સતત તડકામાં રહેવાથી લૂ એટલે કે હીટ સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે. હજુ તો શિયાળાની વિદાય થઇ છે, ત્યારે સવારે અને રાતે ઠંડક અને બપોરે ઉનાળાની ગરમ હવા સાથેની બેવડી ઋતુમાં અત્યારની બપોરે પડી રહેલી આકરી ગરમીથી લોકોએ સાચવવું પડશે, નહીં તો અચાનક વધી રહેલું તાપમાન સ્વાસ્થ્ય માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે, કારણ કે અન્ય ગંભીર બીમારીઓ અને વાઇરસ જેટલી જ જીવલેણ લૂ હોય છે, જે શરીરનું તાપમાન એકદમ વધારી દે છે. એક સર્વે અનુસાર દર વર્ષે ઘણા લોકો લૂના કારણે મૃત્યુ પામે છે.
લૂ થી બચવાના ઉપાયો
લૂ થી બચવા માટે નીચે ના જેવા ઘરેલુ ઉપાય કરી શકાય.
- ગરમીના દિવસોમાં ભૂખ્યા પેટે બહાર બિલકુલ ન જવું જોઈએ શરીરમાં એનર્જી લેવલ ગરમીમા જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે.
- જો તમે એસી કે કૂલરમાં ઠંડા સ્થાન પર હોય અને અચાનક ક્યાય બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જવુ જોઇએ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.
- ગરમીના દિવસોમાં આખો દિવસ શરીર માટે જરુરી પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય.
- ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવુ જોઇએ શરીરને થોડી વાર વાતાવરણ સાથે અનુકૂલન સાધવા દો ત્યાર પછી પાણી પીવો અને એકદમ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં.
- શરીરમા વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી નહીં પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે.
- ઋતુગત આવતા ફળ જેવા કે જેમાં કેરી લીચી તરબૂચ, મોસંબી વગેરે લૂથી બચાવે છે તે જરૂર લેવા જોઈએ આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પણ પીતા રહેવું જોઈએ.
- ગરમીના દિવસોમાં સરળતાથી પાચન થાય તે રીતે હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.
- શાકભાજીના જ્યુસ કે સુપ બનાવી અને પણ પી શકો છો જેનાથી પણ લૂ થે બચી શકાય છે.
- ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા જેવી વસ્તુઓ ખાવી જોઈએ, જેનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે.
- ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં મેળવી અને ચાટો, તેનાથી પણ લૂ લાગવાની શક્યતાઓ ઓછો રહે છે.
- ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ લાગતી નથી એટલું જ નહિ કાચી ડુંગળી ખાવાથી પણ લૂ થી બચી શકાય છે.
- દાદીમાના ઘરેલુ નુસ્ખા પ્રમાણે લૂ લાગ્યા બાદ તેનાથી બચવા માટે કાચી કેરીનો લેપ શરીર પર લગાવવો જોઈએ.
- લૂ થી બચવા કેરીના ગોટલાને પગના તળિયે ઘસી અને માલિશ પણ કરી શકાય.
- ગરમીના કારણે શરીરમાં અડાય થઈ જાય તો ચણાના લોટ ને પાણીમાં ભેળવી અને અડાયની જગ્યા પર લગાવવાથી તેમા રાહત થાય છે.
- ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે.
- શરબતમાં બરફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે.
- ગરમીના સમય દરમિયાન હળવા ખોરાકનો ઉપયોગ કરવો જોઇએ. વધારે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવુ જોઇએ.
- જ્યારે તમે ઘરની બહાર જવાનુ થાય ત્યારે સિન્થેટીક કપડાંની જગ્યાએ સંપૂર્ણ સ્લીવ્ડ કોટન અને હળવા રંગના કપડાં પહેરવા જોઇએ.