Canara Bank Recruitment 2022

Join telegram Chennel Join Now

Canara bank Recruitment 2022 : કેનેરા બેન્કમાં (Canara Bank)માં 12 જગ્યા માટેની ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વાર અરજી કરી શકે છે.

Canara Bank Recruitment : દેશની ટોચની સરકારી બેંક, કેનરા બેંકે ટોચના પદો માટે ભરતી બહાર પાડી છે. કેનરા બેંકે ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જુનિયર ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે આવેદન મંગાવ્યા છે. જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો 20 મે, 2022 સુધીમાં ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 12 ખાલી જગ્યાઓ પર રીક્રૂટમેન્ટ કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો માટે આ ભરતીની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડો અને અન્ય વિગતો અમે રજૂ કરી રહ્યાં છીએ.

Canara Bank Recruitment કેનરા બેંક ભરતી 2022 ખાલી જગ્યાની વિગતો

  • ડેપ્યુટી મેનેજર – બેકઓફિસ – 2 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ મેનેજર બેકઓફિસ(1), આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર – 2 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ મેનેજર બેકઓફિસ – 1 પોસ્ટ
  • કોન્ટ્રાક્ટ Kyc/બેકઓફિસ માટે જુનિયર ઓફિસર – 2 પોસ્ટ
  • ડેપ્યુટી મેનેજર બેકઓફિસ (2)- 2 જગ્યાઓ
  • કેવાયસી/બેક ઓફિસ માટે કોન્ટ્રાક્ટ પર જુનિયર ઓફિસર – 2 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ મેનેજર – આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર – 1 જગ્યા

Canara Bank Recruitment કેનેરા બેંક ભરતી 2022 જરૂરી માપદંડો

શૈક્ષણિક લાયકાત

  • ડેપ્યુટી મેનેજર – બેક ઓફિસ –કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અથવા સમકક્ષ લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમ/વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથેની ડિગ્રી.
  • આસિસ્ટન્ટ મેનેજર – આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર – 4 વર્ષના BE/B Tech કોર્સમાં કોમ્પ્યુટર સાયન્સ /ઇન્ફોર્મેશન ટેક્નોલોજી / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ / ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ન્યૂનતમ 50% માર્ક્સ સાથે ડિગ્રી અથવા સમકક્ષ ગ્રેડ
  • અથવા MCA અને રેડ હેટ સર્ટિફાઇડ એન્જિનિયર (RHCE) / માઈક્રોસોફ્ટ સર્ટિફાઈડ સોલ્યુશન્સ એસોસિયેટ (MCSA) અથવા સમકક્ષ OS પ્રમાણપત્ર ધરાવતા હોવું જોઈએ
  • ડેપ્યુટી મેનેજર બેકઓફિસ (2) – માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી કોઈપણ પ્રવાહમાં 45% ગુણ સાથે ડિગ્રી.
  • કેવાયસી/બેકઓફિસ માટે કોન્ટ્રાક્ટ પર જુનિયર ઓફિસર – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડ્રિગ્રીમાં ન્યૂનતમ 50% ગુણ.

Canara Bank Recruitment કેનરા બેંક ભરતી 2022 માટેની વય મર્યાદા

  • ડેપ્યુટી મેનેજર – બેકઓફિસ, આસિસ્ટન્ટ મેનેજર -આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, આસિસ્ટન્ટ મેનેજર બેકઓફિસ, ડેપ્યુટી મેનેજર બેકઓફિસ (2) – 22-30 વર્ષ
  • કેવાયસી/બેકઓફિસ માટે કોન્ટ્રાક્ટ પર જુનિયર ઓફિસર – 22થી 28 વર્ષ

Canara Bank Recruitment કેનેરા બેંક ભરતી 2022 Salary

  • ડેપ્યુટી મેનેજર- બેઝિક પગાર – રૂ. 31,800-1300(5), 37000-1400-(5), 44000 (પે સ્કેલ 31800-44000) + D.A, HRA અને કન્વેન્યન્સ એલાઉન્સ(ટ્રાવેલ/વાહન ભથ્થું). અંદાજિત CTC રૂ. 7.57 + ઈન્સેન્ટીવ, ગ્રેચ્યુઇટી અને રજાનું ભથ્થું
  • આસિસ્ટન્ટ મેનેજર – બેઝિક પગાર – રૂ. 21200 – 1200 (5)- 26000-1300 (5) -32500 (પે સ્કેલ 21,200- 32500) + DA, HRA અને કન્વેન્યન્સ એલાઉન્સ(ટ્રાવેલ/વાહન ભથ્થું). આશરે CTC રૂ. 5.06 લાખ + ઈન્સેન્ટીવ, ગ્રેચ્યુટી અને રજાનું ભથ્થું
  • કરાર આધારિત જુનિયર ઓફિસર – માસિક પગાર – રૂ. 29,000 (1) – 31000(2) – 34000(3) (અંદાજે CTC રૂ. 3.48 લાખ રજાના ભથ્થા સિવાય)

Canara Bank Recruitment નોકરીની ટૂંકી વિગતો

જગ્યા 12
શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ પર અલગ અલગ
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી નિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ 20-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટે  અહીંયા ક્લિક કરો
અરજી પહોંચાડવાનું સરનામું  જનરલ મેનેજર, એચઆર ડિપાર્ટમેન્ટ, કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ, 7મો માળ, મેકર ચેમ્બર III નરીમન પોઈન્ટ, મુંબઈ – 400021

Canara Bank Recruitment કેનેરા બેંક ભરતી 2022 પસંદગીના માપદંડ

  • ઉપરોક્ત જગ્યાઓ માટે સિલેક્શન શોર્ટ-લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે થશે.

Canara Bank Recruitment : મહત્વની તારીખો

  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 20 મે, 2022

Canara Bank Recruitment કેનેરા બેંક ભરતી 2022 એપ્લિકેશન ફોર્મ

  • ઉપરોક્ય જરૂરી માપદંડોમાં જો આપની લાયકાય યોગ્ય હોય તો અરજી રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ દ્વારા “CBSLમાં xxxxxxxxxxxxxxx ની જગ્યા માટે અરજી” લખેલા કવરમાં મોકલવાની રહેશે (જે પોસ્ટ માટે અરજી કરો તેનું નામ). ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ અરજીઓ માન્ય રહેશે નહીં. અરજીઓ જનરલ મેનેજર, એચઆર ડિપાર્ટમેન્ટ, કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ, 7મો માળ, મેકર ચેમ્બર III નરીમન પોઈન્ટ, મુંબઈ – 400021ને મોકલવાની રહેશે. સંબંધિત દસ્તાવેજો સાથે અરજી મોકલવાની છેલ્લી તારીખ 20 મે, 2020 છે.

Source : https://gujarati.news18.com/news/career/canara-bank-recruitment-2022-vacancy-of-12-post-gh-jm-1205166.html

Leave a Comment