ભારતની હરનાઝ સંધુએ 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો તાજ જીત્યો

Join telegram Chennel Join Now
  • છેલ્લે વર્ષ 2000માં લારા દત્તા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી હતી.

ભારતના પંજાબની 21 વર્ષીય સુંદરી હરનઝ સંધુએ ઈઝરાયેલના ઐલાતમાં 12 ડિસેમ્બર, 2021ના રોજ યોજાયેલી 70મી મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાનો ખિતાબ જીતી લઈ 21 વર્ષના લાંબા અંતરાલ બાદ દેશને ગૌરવ અપાવ્યું છે. છેલ્લે વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સ તાજ જીત્યો હતો. 70મી મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી મૂળ પંજાબની 21 વર્ષીય હરનાઝ સંધુને દક્ષિણ આફ્રિકા અને પેરન્વેની સ્પર્ધકોને હરાવી મિસ યુનિવર્સ ક્રાઉન પર કબજો કર્યો હતો. મેકિસકોની મિસ યુનિવર્સ 2000 એન્ડ્રિયા મેઝાએ હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવ્યો હતો. 70મી મિસ યુનિવર્સ સૌદર્ય સ્પર્ધામાં ફર્સ્ટ રનરઅપ પેરાગ્વની નાદિયા ફેરા અને સેકન્ડ રનરઅપ દક્ષિણ આફ્રિકાની લલેના મસવા હતી.

હરનઝ સંધુને પ્રાઈઝ મની તરીકે 2,50,000 અમેરિકી ડોલર મળશે. હરનાઝ સંધુનો જન્મ 3 માર્ચ, 2000ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં કોહાલી ગામમાં શીખ પરિવારમાં થયો હતો. તેણીએ શિવાલિક પબ્લિક સ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક તથા ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ગવર્નમેન્ટ કોલેજમાંથી ગ્રેજયુએશન પૂર્ણ કર્યું છે. તરુણ વયે જ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2017માં તેણીએ મિસ ચંડીગઢ અને 2018માં મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર ઈન્ડિયા જેવા ટાઈટલો જીતી લીધા હતા. 2019માં હરનાઝે ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ ટાઈટલ જીત્યા બાદ ફેમિના મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું અને TOP-12માં સ્થાન મેળવ્યું હતું. મિસ દિવા યુનિવર્સ 2021ના TOP 50 સેમિફાઈનલિસમાં હરનાઝ સંધુ પણ હતી. તેને મિસ દિવા યુનિવર્સ 2021નો તાજ એડલાઈન કાસ્ટેલિનોએ પહેરાવ્યો હતો.

મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટ વિષે

મિસ યુનિવર્સ અમેરિકા સ્થિત મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા સંચાલિત એક વાર્ષિક સૌદર્ય સ્પર્ધા છે. મિસ યુનિવર્સ વિશ્વમાં સૌથી વધુ જોવાતી સૌંદર્ય સ્પર્ધાઓ પૈકીની એક છે. વિશ્વના 190 જેટલા દેશોમાં તેના 50 કરોડથી વધુ દર્શકો હોય છે. મિસ યુનિવર્સની સાથે જ મિસ ઈન્ટરનેશનલ, મિસ અર્થ અને મિસ વર્લ્ડ અન્ય ત્રણ મોટી સૌંદર્ય સ્પર્ધાઓ છે. મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાનો ઉદેશ માનવતાવાદી મુદ્દાઓ ઉપસ્થિત કરવાનો તથા સકારાત્મક પરિવર્તનને અસરકર્તા અવાજ બનવાનો છે.

ભારત તરફથી મિસ યુનિવર્સ ટાઈટલ વિજેતા સુંદરીઓ

 

વર્ષ વિજેતાઓ
1994 સુષ્મિતા સેન
2000 લારા દત્તા
2021 હરનાઝ સંધુ

ભારત તરફથી મિસ વર્લ્ડ ટાઈટલ જીતનારી સુંદરીઓ

 

વર્ષ વિજેતાઓ
1966 રીટા ફારિયા
1994 ઐશ્વર્યા રાય
1997 ડાયના હેડન
2000 પ્રિયંકા ચોપડા
2017 માનુષી છિલ્લર

Leave a Comment