HTML ના અગત્યના ટેગ | HTML Important Tag

આજના Internet ના યુગમાં જુદી જુદી માહિતી, મનોરંજન તેમજ જ્ઞાન આપતી website બની. રહી છે. હવે આ chapter માં આવી website કેવી રીતે બને છે, તેમજ HTML નો website બનાવવામાં કેટલા અંશે ફાળો છે, એટલે કે website બનાવવામાં HTML ના command નો ઉપયોગ કેવી રીતે થાય છે, તેના વિશે માહિતી મેળવીશું.

Create a HTML Document

સૌ પ્રથમ HTML document કેવી રીતે બનાવવામાં આવે છે, તેના વિશેની માહિતી મેળવીએ. સૌ પ્રથમ HTML commands ની મદદથી બનાવવામાં આવેલા ATMI document ને Notepad માં કે તેના જેવા બીજા editor માં લખવામાં આવે છે. અહીં નીચે Notepad ની window દર્શાવવામાં આવી છે. શરૂઆતમાં Notepad open કરતાં તે Untitled તરીકે open થાય છે. ત્યારબાદ તેમાં HTML code લખવામાં આવે છે.

NotePad Blank Document File

Save a HTML Document

Notepad save file

Notepad માં બનાવેલ HTML File a .htm અથવા  .html extension થી save કરવામાં આવે છે.

HTML File ને save કરતો Save As નો dialog box જોવા મળે છે. અહીં filename માં જરૂરી File નું નામ આપી Save button પર click કરતાં HTML Document save થાય છે

Browse a HTML Document

અહી Internet Explorer ની Window દર્શાવવામાંં આવી છે.

Internet Explorer Windows

 

Back જ્યારે એક webpage પરથી તેના આગળના webpage પર જવું હોય તો Back button નો ઉપયોગ થાય છે.
Forward જ્યારે એક webpage પરથી તેના પછીના webpage પર જવું હોય તો Forward button નો ઉપયોગ થાય છે.
Home 0pen કરેલી website ના જે તે webpage પરથી set કરેલા મૂળ webpage પર પરત જવા માટે Home button નો ઉપયોગ થાય છે.
Refresh webpage ની source file માં કરેલ charges ને webpage માં effect આપવા માટે Refresh button નો ઉપયોગ થાય છે.
Stop જ્યારે website open થતું હોય ત્યારે તેને oper થતું અટકાવવા માટે Stop buttom નો ઉપયોગ થાય છે.
Addressbar જે website અથવા webpage open કરવું હોય તેનું નામ Address bar માં લખવામાં આવે છે. (દા.ત. www.yahoo.com)
Search કોઇ પણ website કે topic ને online find કરવા માટે Search button નો ઉપયોગ થાય છે.
Mail Mail check કરવામાટે Mail button નો ઉપયોગ થાય છે.
Print Open કરેલી website માં રહેલા webpage અથવા Mail ની print કાઢવા Print button નો ઉપયોગ થાય છે.

અહીં HTML થી બનતા બધા જ webpage open કરવા માટે Internet Explorer નો ઉપયોગ કરવામાં આવે છે.

આટલું વાંચ્યા પછી HTML webpage કેવી રીતે બને છે તે જાણી શકાય. હવે HTML webpage બનાવવા માટે વપરાતા HTML tags વિષેની જાણકારી મેળવીશું.

HTML Tags અંગે ધ્યાનમાં રાખવાની બાબતો

HTML, Tags ને < > (એંગલ બ્રેકેટસ) માં લખવામાં આવે છે.

અમુક HTML Tags જોડીમાં નીચે પ્રમાણે વપરાય છે.

<Body> Webpage </Body>

અમુક HTML Tags એકલા વપરાય છે. જેમકે <BR> tag જે Line ને break કરવા માટે વપરાય છે.

HTML Tags નો ઉપયોગ અને તે કેવી રીતે લખવામાં આવે છે તે જાણીશું.

Leave a Comment