ફાગણ સુદ ચૌદશ હોલિકા દહન-હુતાસણી પર જાણીલો રાશિફળ

Join telegram Chennel Join Now

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત રાશિ 2078 ફાગણ સુદ ચૌદશ. ગુરુવાર, વ્રતની પૂનમ. હોલિકા દહન-હુતાસણી. ચંદ્ર ગુરુનું ઓપોઝિશન.

મેષ રાશિ

 • ચિંતા,અશાંતિના વાદળો વિખેરાતા પ્રસન્નતાનો સૂરજ ઊગતો જણાય, ખર્ચ પર અંકૂશ જરૂરી માનજો.

વૃષભ રાશિ

 • આપની અગત્યની કામગીરી અંગે જરૂરી મદદ મળતી લાગે, વધુ પડતા આશાવાદી ન બનશો.

મિથુન રાશિ

 • લાગણીઓના બદલે વ્યવસાયિક વિચારો વધુ સહાયક નીવડે, સ્વજનથી મિલન, નાણાભીડ.

કર્ક રાશિ

 • સંજોગો સુધરે તેની રાહ જોયા વિના પુરુષાર્થ કરવાથી ફળ જલદી મળે, પ્રવાસ સફળ.

સિંહ રાશિ

 • ઉતાવળા નિર્ણય કે નાણાકીય સાહસ ન કરવા સલાહ છે, ધીરજના ફળ મીઠાં મળે, ગૃહવિવાદ ટાળજો.

કન્યા રાશિ

 • આર્થિક કે અન્ય કોઈ પણ પરેશાનીમાંથી બહાર નીકળવાનો માર્ગ ખૂલતો જણાય, તબિયત જળવાઈ રહે.

તુલા રાશિ

 • મહત્ત્વની કામગીરીઓને તમે આગળ ધપાવી શકશો, ઇચ્છિત ફળ વિલંબથી મળે, નાણાભીડ.

વૃશ્ચિક રાશિ

 • તમારી ઇચ્છાશક્તિથી તમે કોઈ પણ અવરોધને પાર કરી શકશો, ઉશ્કેરાટ પર સંયમ જરૂરી.

ધન રાશિ

 • વધુ પડતા આત્મવિશ્વાસી કે ખર્ચાળ ન બની જવાય તે જોજો, લાભની આશા ફળતી જણાય, પ્રવાસ.

મકર રાશિ

 • રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ સંજોગ સર્જાય, સ્વજનનો સાથ વધે, તબિયત જાળવજો.

કુંભ રાશિ

 • ભાવનાશીલ થશો તો દિલ દુભાતું લાગે, સમજદારીથી ચાલવા સલાહ, મિલન-મુલાકાત.

મીન રાશિ

 • નાણાકીય મૂંઝવણનો ઉપાય મેળવી શકશો, તમારા વિરોધીઓના હાથ હેઠાં પડે, સ્વજનથી મિલન.

Leave a Comment